Monday, April 14, 2025
More

    ‘મોદી વિશે એલફેલ બોલશે તો ચપ્પલ અને સાવરણીથી એનું સ્વાગત કરીશું’: કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારની ટિપ્પણીથી નારાજ તેના જ ગામની મહિલાઓ

    પ્રધાનમંત્રી મોદી (PM Narendra Modi) વિષે એલ-ફેલ બોલનારા કોંગ્રેસ નેતા અને NSUI પ્રભારી કન્હૈયા કુમારની (Kanhaiya Kumar) મુશ્કેલીઓ વધી રહી છે. PM મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંગે વાંધાજનક ટિપ્પણી બદલ તેમની વિરુદ્ધ FIR નોંધાઈ ચૂકી છે ત્યારે હવે તેમના જ ગામની મહિલાઓ તેમને પાઠ ભણાવવાની વાતો કરી રહી છે.

    એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં બિહારના જ ગામની મહિલાઓ કન્હૈયાને સાવરણીથી મારવાની વાત કરી રહી છે. મહિલા કહી રહી છે કે, “કન્હૈયાને અમે ઉખાડી ફેંકીશું, તેને જનતા ઉખાડી ફેંકશે.”

    મહિલાએ કહ્યું હતું કે, “જે મોદી તરફ જે આંગળી ઉઠાવશે તેને જનતા ઉખાડી ફેંકશે. પીઠ પાછળ તો કોઈ પણ બોલી શકે છે, પણ માનો છોકરો હોય તો સામે આવીને બોલી બતાવે. મોદી વિશે એલફેલ બોલશે તો ચપ્પલથી, સાવરણીથી એનું સ્વાગત કરીશું.”

    મહિલાએ કહ્યું હતું કે, “અમે મોદીજીને ભગવાનની જેમ માનીએ છીએ, ભગવાનના રૂપમાં પૂજીએ છીએ.” મહિલાએ કહ્યું હતું કે, “કન્હૈયા કુમાર પાકિસ્તાનનો હોય એમ લાગે છે એક વાર પણ આ ગામમાં જોવા આવ્યો નથી.”

    નોંધનીય છે કે આ પહેલાં PM મોદીને ‘સંઘી’ અને આરએસએસને ‘આતંકવાદી’ ગણાવનાર કોંગ્રેસ નેતા અને NSUIના પ્રભારી કન્હૈયા કુમાર વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીના (BJP) મીડિયા પ્રભારી દાનિશ ઇકબાલે પટનાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.