હાલ સોશિયલ મીડિયા પર વામપંથી કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારની (Congress leader Kanhaiya Kumar) એક પ્રેસ કોન્ફરન્સનો (press conference) એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓએ ભાજપ સરકાર જે રસ્તાઓ બનાવી રહી છે તે બનાવવા પાછળનું એક એવું કારણ આપે છે, જે સાંભળીને તેમની બાજુમાં બેઠેલા અન્ય કોંગ્રેસ નેતાઓએ પણ પોતાનું હસવું રોકવું પડી રહ્યું છે.
પ્રેસ કોન્ફ્રન્સમાં ભારત સરકારના ભારત માલા પ્રોજેક્ટ પર કમેન્ટ કરતા કરતા ભાવનાઓમાં વહી જતા તેઓએ પોતાના અ’જ્ઞાન’નું પ્રદર્શન કરી દીધું.
BJP/NDA building good roads in Bihar to steal water – Kanhaiya Kumar
— Mr Sinha (@MrSinha_) March 25, 2025
This clown is an inspiration to many commies 🤣🤣 pic.twitter.com/lumNim1ObN
તેઓએ કહ્યું કે, “જો બિહારમાં કાંઈ છે નહીં તો આ લોકો અહીંયા એટલા મોટા મોટા, સારા સારા રોડ કેમ બનાવી રહ્યા છે? અહીંયા ઇન્ડસ્ટ્રી કેમ લાવી રહ્યા છે? તેઓએ બિહારનું પાણી ચોરવા આમ કરી રહ્યા છે.”
તે આગળ કહે છે કે, “બિહાર પાસે તો આવક જ નથી… તો આટલા મોટા મોટા રોડ કોના માટે બનાવી રહ્યા છે? તે બનાવી રહ્યા છે બિહારના સંસાધનો ચોરીને લઈ જવા માટે.”
સોશિયલ મીડિયા પર હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેમના આ જ્ઞાન પર ભાતભાતની ટિપ્પણીઓ કરી રહ્યા છે.