ગુજરાતમાં વિધાનસભાની બે બેઠકો માટેની ચૂંટણીઓનું પરિણામ તો આવી ગયું છે પરંતુ હજુ સુધી રાજકારણ શાંત નથી થયું. મતદાનના 2 દિવસ પહેલા વિસાવદરના (Visavadar) AAP ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ (Gopal Italia) એક વિડીયો બહાર પાડીને આરોપ કર્યો હતો કે કોંગ્રેસના લલિત વસોયા (Lalit Vasoya) તેમને હરાવવા કોઈને ₹2 લાખ આપ્યા હતા. હવે કોંગ્રેસ નેતાએ આ આરોપને લઈને તેમના પર માનહાનિનો દાવો (defamation Suit) કર્યો છે, એ પણ અધધ ₹10 કરોડનો…
Gopal Italia સામે 10 કરોડનો માનહાનિનો દાવો કરશે Lalit Vasoya#Gopalitalia #LalitVasoya #defamationcase #Visavadar #tv13gujarati pic.twitter.com/LdHEn2VBUF
— TV13 Gujarati (@tv13gujarati) July 1, 2025
વાત જાણે એમ છે કે મતદાનના 2 દિવસ પહેલા જ વિસાવદરમાં એક હોટેલ પાસે AAPના ઇટાલિયાએ એક વીડિયો ઉતારતા જણાવ્યું હતું કે અહીં તેમના કાર્યકર્તાઓને ખરીદવામાં આવી રહ્યા છે. સાથે જ તેઓએ ₹2 લાખ રોકડા પણ પોતાના વિડીયોમાં બતાવ્યા હતા. આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના લલિત વસોયાએ આ પૈસા તેમના કાર્યકર્તાને આપ્યા હતા AAPને હરાવવા માટે. જો કે તેમના વિડીયોમાં પૈસાની લેતી-દેતી થતી હોય એવો કોઈ ભાગ દેખાય નહોતો રહ્યો.
જે બાદ હવે 1લી જુલાઈના રોજ સમાચાર આવ્યા છે કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા લલિત વસોયાએ આ બાબતે ઇટાલિયાને એક કોર્ટ નોટિસ મોકલી છે. જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે AAP નેતાએ ખોટા સ્ટિંગ ઑપરેશન દ્વારા તેમની છબી ખરડવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ તેઓએ ઇટાલિયા પર ₹10 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. જે બાદ ઇટાલિયાએ આ બાબતે મીડિયા સમક્ષ કોઈ નિવેદન આપવા પોતાને અસમર્થ ગણાવાયા છે.