Sunday, March 23, 2025
More

    કોંગ્રેસ CWCની બેઠકના પોસ્ટરમાં રાહુલ-સોનિયા-પ્રિયંકાને તો મળી જગ્યા, પણ ભારતના નકશામાંથી PoK કરી દીધું ગાયબ

    કર્ણાટકના બેલાગવીમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિની (CWC) બે દિવસીય કાર્ય સમિતિની બેઠકમાં ભારતનો ખોટો નકશો પ્રદર્શિત કરવામાં આવ્યો છે. જેમાં અક્સાઈ ચીન અને જમ્મુ-કાશ્મીરને (Aksai Chin and Jammu and Kashmir) ભારતથી અલગ બતાવવામાં આવ્યા છે. આ અંગે ભારતીય જનતા પાર્ટીએ (BJP) કહ્યું કે રાહુલ ગાંધીની પ્રેમની દુકાન ચીન માટે હંમેશા ખુલ્લી છે. કોંગ્રેસ (Congress) દેશને તોડી નાખશે. તેઓએ તે એકવાર કર્યું છે અને તેઓ ફરીથી કરશે.

    કોંગ્રેસની બેઠકમાં દર્શાવવામાં આવેલા ભારતના નકશામાં જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાન દર્શાવવામાં આવ્યું છે. હવે કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ અને કહ્યું કે જે બેનર પર ભારતનો ખોટો નકશો બતાવવામાં આવ્યો છે તે પાર્ટીનું સત્તાવાર બેનર નથી. નોંધનીય છે કે 26 ડિસેમ્બર અને 27 ડિસેમ્બરે બેલગાવીમાં (Belgaum) કોંગ્રેસ વર્કિંગ કમિટીની (Congress Working Committee) બેઠક છે.