Tuesday, June 24, 2025
More

    કોલમ્બિયામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર પર હુમલો, માથામાં વાગી ગોળી: ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ

    દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં (Columbia) રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર (Presidential Candidate) મિગ્યુએલ ઉરીબે પર ચૂંટણી પ્રચાર દરમિયાન જીવલેણ હુમલો થયો છે. તેઓ સંબોધન કરી રહ્યા હતા ત્યારે ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં ગોળી માથામાં વાગી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ તેમને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ સારવાર ચાલી રહી છે. 

    રાજધાની બોગોટામાં બનેલી આ ઘટના શનિવારની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 39 વર્ષીય સીનેટર અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઉરીબે એક પબ્લિક પાર્કમાં આયોજિત કાર્યક્રમ ભાષણ આપી રહ્યા હતા. ત્યારે અચાનક પાછળથી તેમની ઉપર ગોળીઓ ચલાવવામાં આવી. 

    ગોળી વાગ્યા બાદ તાત્કાલિક નેતાને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા અને ત્યાં આખી હૉસ્પિટલ એલર્ટ પર મૂકી દેવામાં આવી હતી. તેમની સારવાર ચાલી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સ્વાસ્થ્ય વિશે વધુ જાણકારીની રાહ જોવામાં આવી રહી છે. 

    કોલમ્બિયાના રક્ષા મંત્રી પેડ્રો સાંચેઝ અનુસાર, હુમલો કરનારાઓને પકડી લેવામાં આવ્યા છે. હાલ એજન્સીઓ એ તપાસ કરી રહી છે કે તેમની સાથે બીજું કોઈ સંડોવાયેલું છે કે કેમ.