Wednesday, June 25, 2025
More

    અમેરિકામાં ઇઝરાયેલીઓ કરી રહ્યા હતા શાંતિપૂર્ણ સભા, મોહમ્મદ સાબરીએ પેલેસ્ટાઇન સમર્થક નારા લગાવીને કર્યા આગના હવાલે: FBI ચીફ કાશ પટેલે કહ્યું- આ એક લક્ષિત આતંકવાદી હુમલો

    અમેરિકાના કોલોરાડો (Colorado, USA) રાજ્યના બોલ્ડર (Boulder) શહેરમાં રવિવારે બપોરે એક ભયાનક આતંકવાદી હુમલો થયો, જેમાં 6 લોકો ઘાયલ થયા છે. આ હુમલો પર્લ સ્ટ્રીટ મોલ ખાતે ઇઝરાયેલી બંધકોની યાદમાં આયોજિત એક શાંતિપૂર્ણ સભા દરમિયાન થયો હતો. FBIએ આ ઘટનાને લક્ષિત આતંકવાદી હુમલો (Targeted Terrorist Attack) ગણાવીને તેની તપાસ શરૂ કરી છે.

    FBI ડિરેક્ટર કાશ પટેલે પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “અમે બોલ્ડર, કોલોરાડોમાં થયેલા લક્ષિત આતંકવાદી હુમલાની જાણકારી ધરાવીએ છીએ અને તેની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ. અમારા એજન્ટો અને સ્થાનિક કાયદા અમલીકરણ ટીમો ઘટનાસ્થળે હાજર છે, વધુ માહિતી મળતાં અપડેટ્સ આપવામાં આવશે.”

    ઉલ્લેખનીય છે કે ‘રન ફોર ધેર લાઇવ્સ’ સંસ્થા દ્વારા ઇઝરાયેલી બંધકોની મુક્તિ માટે યોજાયેલ સભામાં 45 વર્ષીય મોહમ્મદ સાબરી સોલિમાન નામના વ્યક્તિએ ‘ફ્રી પેલેસ્ટાઇન’ના ‘ઝાયોનિસ્ટ્સને ખત્મ કરો!’ નારા લગાવતા લગાવતા ત્યાં શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલ લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 67થી 88 વર્ષની વયના 6 લોકો ઘાયલ થયા, જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.

    અહેવાલ અનુસાર મોહમ્મદ સાબરી સોલિમાન ઇજિપ્તનો નાગરિક છે અને તે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતો હતો. બોલ્ડર પોલીસે હુમલાખોર મોહમ્મદ સાબરી સોલિમાનની ઘટનાસ્થળેથી ધરપકડ કરી આગામી કાર્યવાહી શરૂ કરી છે.