Tuesday, June 24, 2025
More

    ‘ભારતના 6 ફાઇટર જેટ તોડી પડાયા, 553 ડ્રોન પણ નષ્ટ…!’: CNNના લોગો સાથે ફરતી થઈ પોસ્ટ, અહીં જાણો સત્ય

    PIBની ફેક્ટ ચેક શાખાએ CNN લોગો સાથે વાયરલ થયેલા એક ફોટોને નકલી ગણાવ્યો, સાથે જ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે ખોટી માહિતી (Fake News) ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.

    સોશિયલ મીડિયા X પર PIB ફેક્ટ ચેકે જણાવ્યું હતું કે તેણે ભારત અને પાકિસ્તાનને થયેલા નુકસાનની તુલના કરી છે જે ખોટી અને તથ્યોથી પર છે.

    PIB ફેક્ટ ચેકે એમ પણ કહ્યું કે CNNએ ક્યારેય બંને પક્ષોના નુકસાનની તુલના કરતો કોઈ રિપોર્ટ કે ઇન્ફોગ્રાફિક્સ ચલાવ્યો જ નથી.

    ભારતના સચોટ હુમલાઓએ પાકિસ્તાનના આતંકવાદી માળખાને બરબાદ કરી દીધું, જેના કારણે પાકિસ્તાનને શરમજનક હારનો સામનો કરવો પડ્યો. ભારતીય સુરક્ષા દળોએ અજોડ બહાદુરી દર્શાવી, પાકિસ્તાની આક્રમણને વ્યૂહાત્મક ભૂલમાં ફેરવી દીધું. ભારતે 11થી વધુ પાકિસ્તાની એરબેઝ પર બોમ્બમારો કર્યો હતો, જેમાં પાકિસ્તાનના પરમાણુ વ્યૂહાત્મક કમાન્ડની ખૂબ નજીકનો એક એરબેઝ પણ સામેલ હતો, જેના કારણે પાકિસ્તાને ભારત સાથે યુદ્ધવિરામ માટે તાત્કાલિક યુએસ હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી.