Sunday, March 16, 2025
More

    ‘પોતાના બાળકોને અંગ્રેજી ભણાવશે, બીજાના બાળકોને ઉર્દૂ ભણાવીને કઠમુલ્લા-મૌલવી બનાવશે’: CM યોગીના સપા પર આકરા પ્રહાર

    ઉત્તર પ્રદેશ વિધાનસભાનું બજેટ સત્ર 18 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયું છે. બજેટ સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષે હોબાળો મચાવી દીધો હતો. ત્યારે CM યોગીએ પણ વિપક્ષ પર ધારદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, સમાજવાદી પાર્ટીના લોકો તેમના બાળકોને અંગ્રેજી શાળાઓમાં શિક્ષણ આપશે અને અન્ય બાળકોને ઉર્દૂ શીખવા માટે પ્રેરણા આપશે.

    તેમણે કહ્યું હતું કે, “તેમને મૌલવી અને કઠમુલ્લા બનવા માટે પ્રેરણા આપશે. આ અન્યાય છે. આવું નહીં ચલાવી લેવામાં આવે. ઉત્તર પ્રદેશ સરકાર તેના રાજ્યમાં પ્રચલિત તમામ ધર્મો અને પ્રાદેશિક ભાષાઓનો આદર કરે છે. આ સરકાર ‘સબકા સાથ, સબકા વિકાસ’ પર ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરી રહી છે. સરકારની દરેક પહેલનો વિરોધ કરવો એ વિપક્ષની આદત બની ગઈ છે. આ અનુચિત છે અને કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.”

    નોંધનીય છે કે જ્યારે વિધાનસભાના અધ્યક્ષ સભ્યોને હિન્દી, અવધી અને ભોજપુરીને ગૃહની કાર્યવાહીનો ભાગ બનાવવા અંગે સમજાવી રહ્યા હતા, ત્યારે માતાપ્રસાદ પાંડેએ ગૃહની કાર્યવાહીમાં અંગ્રેજીનો સમાવેશ કરવા સામે વાંધો ઉઠાવ્યો. ત્યારે આ અંગે CM યોગીએ વિપક્ષને ઘેર્યો હતો.