Monday, April 14, 2025
More

    ‘100 મુસ્લિમ પરિવારો વચ્ચે 50 હિંદુઓ સુરક્ષિત રહી શકે?’: સીએમ યોગીએ કહ્યું- હિંદુઓ સુરક્ષિત છે તો મુસ્લિમો પણ સુરક્ષિત છે

    તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ન્યૂઝ એજન્સી ANIનાં સંપાદક સ્મિતા પ્રકાશ સાથે વિવિધ મુદ્દે વિસ્તૃત વાતચીત કરી, જેમાં તેમને ઉત્તર પ્રદેશમાં મુસ્લિમોની સુરક્ષા વિશે પ્રશ્ન કરવામાં આવ્યો. 

    જવાબમાં સીએમ યોગીએ કહ્યું, ઉત્તર પ્રદેશમાં મુસ્લિમો સુરક્ષિત છે. હિંદુઓ જો સુરક્ષિત છે તો મુસ્લિમો પણ સુરક્ષિત છે.

    100 હિંદુ પરિવારો વચ્ચે એક મુસ્લિમ પરિવાર સૌથી સુરક્ષિત રહે છે. તેને પોતાના તમામ મઝહબી કર્મો કરવા માટે, જે મત-પરંપરાનો તે અનુયાયી હશે તેને માનવાની પૂરેપૂરી સ્વતંત્રતા મળશે. પણ શું 100 મુસ્લિમ પરિવારો વચ્ચે એક હિંદુ નહીં પચાસ હિંદુઓ સુરક્ષિત રહી શકે? નહીં રહી શકે. બાંગ્લાદેશ તમારી સામે ઉદાહરણ છે. તેના પહેલાં પાકિસ્તાન ઉદાહરણ હતું. અફઘાનિસ્તાનમાં શું થયું હતું?”

    તેઓ આગળ કહે છે, “હોંશિયારી એ જ છે કે કોઈને ઠોકર લાગતી હોય તો આપણને ઠોકર લાગે એ પહેલાં સચેત થઈ જઈએ.”

    તેમણે ઉમેર્યું કે, 2017 પહેલાં UPમાં રમખાણો થતાં હતાં ત્યારે હિંદુનું ઘર સળગતું હતું તો મુસ્લિમનું પણ સળગતું હતું. હિંદુની દુકાન સળગતી હતી તો મુસ્લિમની પણ સળગતી હતી. 2017 પછી રમખાણો બંધ થયાં. હિંદુ સુરક્ષિત છે તો મુસ્લિમ સુરક્ષિત છે.”