Monday, April 14, 2025
More

    ‘આ વિભાજનકારી નહીં દેશને જોડવા માટેનું સ્લોગન’: CM યોગીએ ‘કટેંગે તો બટેંગે’ સ્લોગન પર કહ્યું- ઈતિહાસ વર્તમાનનું દર્પણ અને ભવિષ્યની યોજના

    તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) ન્યુઝ એજન્સી ANIને ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન પત્રકાર સ્મિતા પ્રકાશે CM યોગીને ‘બટેંગે તો કટેંગે’વાળા (Batenge to Katenge) નિવેદન અંગે પ્રશ્ન પૂછ્યો હતો.

    આ દરમિયાન CM યોગીએ કહ્યું હતું કે, “આ વિભાજનકારી સ્લોગન નથી. આ દેશ ગુલામ કેમ બન્યો? કારણ કે જાતિઓમાં વિભાજીત હતો. જો તેમને જોડવાની વાત કરવામાં આવી રહી છે કે, ‘બટો મત’ સારા અંગે વિચારો, વિકાસ અંગે વિચાર કરો, વારસા અંગે વિચાર કરો.”

    તેમણે કહ્યું કે, “આ યુપીમાં મેં જ કહ્યું હતું કે, ‘બટેંગે તો કટેંગે, એક રહેંગે તો સેફ રહેગે’. આ વાત મેં કહી હતી અને મને લાગે છે કે વાત આગળ વધી.” સ્મિતા પ્રકાશે કહ્યું કે આ સ્લોગનના કારણે તમે ઈલેકશન જીત્યા. આ પ્રશ્ન પર CM યોગીએ કહ્યું કે ઈલેકશન જીતવા માટે અન્ય ઘણા કારણો હોય છે.

    તેમણે કહ્યું હતું કે, “કૌરવો પણ હિંદુ હતા છતાં તેમનો અંત થયો, કાશ્મીરમાં લાખો હિંદુઓને કાપી નાખવામાં આવ્યા, ઈતિહાસ વર્તમાનનું દર્પણ હોય છે અને ભવિષ્યની કાર્ય યોજના બનાવવાનું માધ્યમ છે. વર્તમાન પેઢી જો ભૂલી ગઈ હોય તો તેમને અ વાતો યાદ કરાવવાનું એક માધ્યમ છે.