Sunday, March 16, 2025
More

    બહરાઈચમાં જે રામગોપાલનો મુસ્લિમોએ લીધો જીવ, તેના પરિવારને મળ્યા CM યોગી આદિત્યનાથ

    ઉત્તર પ્રદેશના બહરાઈચ ખાતે તાજેતરમાં જ મુસ્લિમ ટોળાએ એક હિંદુ યુવાનને ઘેરીને તેની બર્બરતાથી હત્યા કરી દીધી હતી. રામગોપાલ મિશ્રાને ટોળું ખેંચીને અબ્દુલ હમીદના ઘરમાં લઈ ગયુ હતું, જ્યાં તેના પર ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. CM યોગી દ્વારા તેમના પરિવારની મુલાકાત કરાઈ છે.

    જે બાદ આજે UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીડિત પરિવાર સાથે લખનૌમાં મુલાકાત કરી હતી અને તેમને ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું.

    આ મુલાકાતની જાણકારી આપતી પોસ્ટમાં CM યોગી લખ્યું હતું કે, “આજે લખનૌમાં બહરાઈચ જિલ્લામાં દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકના શોકગ્રસ્ત પરિવારના સભ્યોને મળ્યા. દુઃખની આ ઘડીમાં ઉત્તર પ્રદેશ સરકાર સંપૂર્ણ સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતા સાથે પીડિત પરિવાર સાથે ઉભી છે.”

    ઉલ્લેખનીય છે કે રામગોપાલ મિશ્રાને માત્ર બહરાઈચમાં જ ગોળી મારવામાં આવી નથી. હત્યારાઓએ તેની સાથે ક્રૂર વર્તન કર્યું. તિક્ષ્ણ હથિયાર વડે તેનું ગળું ચીરી નાખ્યું હતું. તેના નખ પેઇર વડે ખેંચવામાં આવ્યા હતા. તેના શરીરમાંથી 35 ગોળીઓના છરા મળી આવ્યા હતા. પગમાં તીક્ષ્ણ હથિયારના ઘા મળી આવ્યા હતા.