Sunday, March 9, 2025
More

    CM યોગી છેલ્લાં 48 કલાકથી કરી રહ્યા છે મહાકુંભનું મોનીટરીંગ: શ્રદ્ધાળુઓની સુવિધામાં ઉણપ ન રહે તે જોવા અધિકારીઓને નિર્દેશ, વધુ ટ્રેનની સુવિધા માટે રેલમંત્રી સાથે વાતચીત

    પ્રયાગરાજ મહાકુંભમાં (Prayagraj Mahakumbh- 2025) મૌની અમાવાસ્યાના (Mauni Amawasya) દિવસે સંગમ ઘાટ પર સ્નાન કરવાને લઇને અવ્યવસ્થા સર્જાઈ હતી. ત્યારે આ મામલે CM યોગીએ (CM Yogi Adityanath) ગઈકાલે પણ શ્રદ્ધાળુઓને અપીલ કરીને જે ઘાટ પર છો ત્યાં જ સ્નાન કરવા વિનંતી કરી હતી. આ ઘટના બની ત્યારથી CM યોગી સતત 48 કલાક કરતા વધુના સમાંથી મોનીટરીંગ કરી રહ્યા છે.

    મહાકુંભમાં કરવામાં આવેલી વ્યવસ્થાઓમાં પણ 5 મોટા બદલાવ કરવામાં આવ્યા હતા. આ સિવાય 29 જાન્યુઆરીની રાત્રિએ CM યોગીએ DGP સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજી હતી. તથા સતત સ્થાનિક પ્રશાસનના સંપર્કમાં છે.

    આ ઉપરાંત CM યોગીએ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે પણ વાતચીત કરી હતી તથા ટ્રેનના સંચાલન અને વધુ રેલવે સ્ટેશન ફાળવવા અંગે પણ વિનંતી કરી હતી. એવું પણ સામે આવ્યું હતું કે શ્રદ્ધાળુઓ માટે વિવિધ સ્ટેશનો પર 360 ટ્રેન દોડતી કરવામાં આવી હતી.

    જે-જે રસ્તાઓથી ભક્તો એવં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે એ બધા જ અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને દિશા-નિર્દેશ આપી રહ્યા છે. તથા અધિકારીઓને પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે શ્રદ્ધાળુઓની સુવિધામાં તથા તેમની જરૂરિયાતોમાં કોઈ ઉણપ ન રહી જાય.