Wednesday, March 26, 2025
More

    ‘મથુરામાં કોર્ટના આદેશનું જ પાલન કરી રહ્યા છીએ, નહીંતર ત્યાં ઘણું બધું થઈ ચૂક્યું હોત’: સીએમ યોગી, કહ્યું- જેટલાં સનાતન વારસાનાં સ્થળો છે, તમામને શોધી કાઢીશું

    ANI સાથેના પોડકાસ્ટમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પૂછવામાં આવ્યું કે તેઓ મથુરાનો મુદ્દો કેમ ઉઠાવી રહ્યા છે? જેનો તેમણે રસપ્રદ જવાબ આપ્યો હતો. 

    સીએમ યોગીએ કહ્યું કે, “મથુરાની વાત કેમ ન ઉઠાવીએ? મથુરા શું શ્રીકૃષ્ણની જન્મભૂમિ નથી?” જેના જવાબમાં સ્મિતા પ્રકાશે કહ્યું, “પરંતુ એ તો કોર્ટમાં છે.”

    સીએમ યોગી આગળ કહે છે, “કોર્ટના જ આદેશનું પાલન કરી રહ્યા છીએ, નહીંતર હમણાં સુધી તો ત્યાં ઘણું બધું થઈ ચૂક્યું હોત.” તેમણે આગળ કહ્યું કે, “સનાતન ધર્મનાં જે મહત્વપૂર્ણ સ્થળો છે એ તમામ વારસાનાં પ્રતીક છે.”

    આગળ મુખ્યમંત્રીએ કહ્યું કે, “સંભલમાં અમે 68 તીર્થો ખોદી રહ્યા છીએ. 54 મળી આવ્યાં છે, બાકીનાં શોધી રહ્યા છીએ. જેમ-જેમ શાસ્ત્રીય પ્રમાણ મળે એમ શોધી રહ્યા છીએ.”

    આગળ પૂછવામાં આવ્યું કે, “તો પછી કેટલી મસ્જિદો આ રીતે ખોદવામાં આવશે?” તેમણે જવાબમાં કહ્યું કે, “સવાલ મસ્જિદનો નથી. જેટલાં અતિક્રમણ હશે એ અતિક્રમણ હટાવવામાં આવશે.”