ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) 15 એપ્રિલની મોડી સાંજે આગ્રા પહોંચ્યા હતા. જ્યાં તેમણે આગ્રાના પ્રખ્યાત ભીમનગરી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે શરિયતને (Shariat) સંવિધાનથી (Constitution) ઉપર ગણાવનારાઓને આડેહાથ લીધા હતા.
આ દરમિયાન સંબોધન કરતા CM યોગીએ વિપક્ષી દળો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “કેટલાક લોકો કહી રહ્યા છે કે તેમના માટે સંવિધાનથી વધુ મહત્વપૂર્ણ શરીયત છે, તો હું પણ એમને કહેવા માંગુ છું કે આ દેશ બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર દ્વારા લખાયેલા બંધારણ દ્વારા ચલાવવામાં આવશે.”
आगरा में सीएम योगी का बड़ा बयान- 'किसी के लिए संविधान से बढ़कर शरीयत है, ऐसे लोग शरीयत वाली जगह जाएं'#CMYogi #UttarPradesh | @rai_priya90 @_poojaLive pic.twitter.com/exPUT3gK1e
— Zee News (@ZeeNews) April 16, 2025
આગળ તેમણે કહ્યું કે, “જેમના માટે સંવિધાનથી વધુ મહત્વપૂર્ણ શરિયત છે તેમણે જ્યાં શરિયત લાગુ છે ત્યાં જતું રહેવું જોઈએ… જે વ્યક્તિ બંધારણનું અપમાન કરે છે તે બાબા સાહેબનું અપમાન કરી રહ્યો છે.” આ દરમિયાન તેમણે સમાજવાદી પાર્ટી પર પણ પ્રહારો કર્યા હતા.
નોંધનીય છે કે 14 એપ્રિલ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિના દિવસે જ ઝારખંડના રમતગમત અને યુવા બાબતોના તથા લઘુમતી કલ્યાણ મંત્રી હફીઝુલ હસન અંસારીએ કહ્યું હતું કે, “શરિયત અમારા માટે બધુ છે અને સૌથી ઉપર છે. અમે (મુસ્લિમો) છાતીમાં કુરાન અને હાથમાં સંવિધાન રાખીએ છીએ. અમે પહેલા શરિયતને પકડીશું પછી સંવિધાનને.”