Tuesday, April 15, 2025
More

    ‘લાતો કે ભૂત બાતો સે કહાં માનને વાલે હૈ’: મુર્શિદાબાદ હિંસા મામલે CM યોગીની પ્રતિક્રિયા, કહ્યું- સેક્યુલારિઝમના નામે આપી રાખી છે તોફાનીઓને છૂટ

    પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાના મુર્શિદાબાદ અને ભાંગડમાં થયેલી હિંદુ વિરોધી હિંસા (Murshidabad Violence) બાદ ઘણા લોકોએ પલાયન કરવું પડ્યું છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) મુર્શિદાબાદને લઈને મોટું નિવેદન આપ્યું છે.

    હરદોઇમાં જન સંબોધન કરતા CM યોગીએ કહ્યું હતું કે, “બંગાળ સળગી રહ્યું છે. ત્યાંના મુખ્યમંત્રી ચૂપ છે. તે તોફાનીઓને શાંતિ દૂત કહે છે. ‘લાતો કે ભૂત બાતો સે કહાં માનને વાલે હૈ’. પરંતુ ધર્મનિરપેક્ષતાના નામે આ લોકોએ તોફાનીઓને હોબાળા કરવાની પૂરી છૂટ આપી રાખી છે.”

    તેમણે આગળ કહ્યું કે, “મુર્શિદાબાદ છેલ્લા એક અઠવાડિયાથી સળગી રહ્યું છે. સરકાર મૌન છે. આ પ્રકારની અરાજકતાને કાબુમાં લેવી જ જોઇએ. હું ત્યાંની માનનીય અદાલતને ધન્યવાદ આપું છે જેમણે ત્યાં કેન્દ્રીય બળોની સેના તૈનાત કરીને ત્યાંના અલ્પસંખ્યક હિંદુઓની સુરક્ષા કરવા માટે પગલા ઉઠાવ્યા છે.”

    નોંધનીય છે કે વક્ફ (સુધારા) કાયદાની વિરુદ્ધમાં પશ્ચિમ બંગાળમાં પ્રદર્શન થયા હતા. જેની આડમાં મુર્શિદાબાદ જિલ્લામાં રહેતા હિંદુઓના ઘરો-દુકાનો અને વાહનોને પસંદગીપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા અને આગચંપી તથા લૂંટફાટ કરવામાં આવી હતી.