Sunday, March 23, 2025
More

    CM રેખા ગુપ્તા બાંગ્લાદેશી-રોહિંગ્યા વિરુદ્ધ એક્શનમાં, કરશે ડિપોર્ટ: દિલ્હીની કોલોનીઓમાં ગેરકાયદે ઘૂસણખોરોની તપાસ શરૂ, પોલીસ મથકોને પણ અપાયા નિર્દેશ

    દિલ્હીના મુખ્યમંત્રી તરીકેનો પદભાર ગ્રહણ કર્યા બાદ રેખા ગુપ્તા (CM Rekha Gupta) મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહ્યા છે. ત્યારે હવે એવી માહિતી સામે આવી છે તેઓ દિલ્હીમાં રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરો (Bangladeshi Intruders) તથા રોહિંગ્યા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી શકે છે. તાજેતરમાં જ તેમની કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક થઈ હતી.

    નોંધનીય છે કે CM રેખા ગુપ્તાએ તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સાથે બેઠક કરી હતી. બેઠક પછી કહેવાઈ રહ્યું છે કે CM રેખા બાંગ્લાદેશી ઘૂસણખોરો અને ગેરકાયદે રહેતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.

    આ ઉપરાંત એવું પણ સામે આવ્યું હતું કે, દિલ્હીમાં એવી કોલોનીઓની તપાસ કરવામાં આવી રહી છે જ્યાં બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ રહી રહ્યા છે. આવા ગેરકાયદે ઘૂસણખોરોને દેશમાં પ્રવેશ કરવા માટે મદદ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

    આ ઘૂસણખોરોને દેશમાં રહેવા માટે જે નકલી દસ્તાવેજો બનાવડાવી આપતા હોય છે કે બનાવવામાં મદદ કરતા હોય છે એવા લોકોના નેટવર્ક વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે. એવું કહેવાઈ રહ્યું છે કે પોલીસ મથકોમાં પણ આ મામલે નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. દિલ્હીમાં ગેરકાયદે રહેતા લોકોને નિર્વાસિત કરવાના પ્લાન પર કામ થઈ રહ્યું છે.