Monday, March 17, 2025
More

    ‘દેવભૂમિ આસ્થાનું પ્રતિક, કોઈ કાળે સહન નહીં કરાય જેહાદી કૃત્યો’: થૂંક જેહાદ, લવ જેહાદ પર CM ધામીનું મોટું નિવેદન

    ઉત્તરાખંડના (Uttarakhand) મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ (CM Pushkar Singh Dhami) રાજ્યમાં સામે આવી રહેલી લવ જેહાદ, થૂંક જેહાદ અને લેન્ડ જેહાદ (Jihad) જેવી ઘટનાઓને લઈને સખત વલણ અપનાવતા કહ્યું છે કે, દેવભૂમિ ઉત્તરાખંડનું મૂળ સ્વરૂપ જળવાઈ રહેવું જરૂરી છે. તેમણે કહ્યું કે, “ઉત્તરાખંડને આખી દુનિયા શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક તરીકે જુએ છે અને દેવભૂમિમાં કોઈપણ પ્રકારનો જેહાદ સહન નહીં કરવામાં આવે.”

    મુખ્યમંત્રી ધામીએ પ્રશાસનને આ ઘટનાઓની સઘન તપાસ કરવાના આદેશ આપ્યા છે અને કહ્યું છે કે, આગામી પવિત્ર તહેવારોમાં તમામ લોકોને શુદ્ધ ખાદ્ય સામગ્રી મળે, તે સુનિશ્ચિત કરવામાં આવે. તેમણે કહ્યું કે, થૂંક જેહાદ (Spit Jihad) જેવી ઘટનાઓ પર સખત કાર્યવાહી કરવામાં આવશે.

    તેમણે વધુમાં કહ્યું હતું કે, આવી ખોટી પ્રવૃત્તિઓને રોકવા માટે શિક્ષિતોએ આગળ આવવું જોઈએ. આવી આયોગ્ય ગતિવિધિઓ ઉત્તરાખંડમાં કોઈ કાળે સહન નહીં થાય.