Sunday, March 23, 2025
More

    રમજાનમાં સામસામે આવી ગયા શિયા-સુન્ની મુસ્લિમો, જામા મસ્જિદમાં નમાજને લઈને વિવાદ થયા બાદ પથ્થરમારો અને મારામારી: યુપીની ઘટના

    યુપીની એક જામા મસ્જિદમાં શિયા અને સુન્ની મુસ્લિમો સામસામે આવી ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જુમ્માની નમાજને લઈને કોઈ વિવાદ થતાં બંને પક્ષો વચ્ચે મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. એક પક્ષના વૃદ્ધ વ્યક્તિએ શિયા સમુદાય પર મસ્જિદમાં જાનથી મારી નાખવાની નિયતથી હુમલો કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.

    આ ઘટના યુપીના અમરોહા સ્થિતિ જામા મસ્જિદની છે. ચાર દિવસ પહેલાં પણ આ મસ્જિદમાં નમાજીઓ સામસામે આવી ગયા હતા અને લાઠી-દંડા વડે હુમલો કરવા લાગ્યા હતા. સુન્ની સમુદાયના એક વૃદ્ધ માણસનો આરોપ છે કે, મસ્જિદમાં શિયા સમુદાયના લોકો પહેલાં પહોંચી ગયા હતા અને તેમના હાથમાં લાઠી-દંડા પણ હતા.

    નોંધવા જેવું છે કે, ચાર દિવસ પહેલાં પણ બેનર લગાવવાના મામલે જામા મસ્જિદમાં શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે ઘર્ષણ થયું હતું. તેનો વિડીયો પણ વાયરલ થયો હતો. બંને પક્ષો વચ્ચે લાઠી-દંડાથી એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હતી અને પોલીસે કાર્યવાહી પણ કરી હતી.