મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની સાથે ચાર રાજ્યોમાં ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજવામાં આવી હતી. તે અનુક્રમે જ બુધવારે (20 નવેમ્બર) પંજાબમાં (Punjab) પણ ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું (By-Election) મતદાન ચાલી રહ્યું હતું. જે દરમિયાન એક મતદાન કેન્દ્ર પર હોબાળો જોવા મળ્યો હતો.
જાણવા મળી રહ્યું છે કે, પેટાચૂંટણીના મતદાન દરમિયાન ડેરા પઠાનામાં એક મતદાન કેન્દ્ર પર આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના (Congress) કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા. એટલું જ નહીં, પરંતુ બંને પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચે છુટ્ટા હાથે મારામારી પણ થઈ હતી. જે બાદ તે વિસ્તારમાં ભારે હોબાળો થઈ ગયો હતો.
આ ઘટના બાદ પોલીસ પણ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. દરમ્યાન કોંગ્રેસના સાંસદ સુખજિંદર સિંઘ રંધાવાએ આરોપ લગાવ્યો હતો કે, પંજાબની AAP સરકાર ગુંડાગીરી કરી રહી છે. તેમણે આમ આદમી પાર્ટીની ટીકા પણ કરી હતી