ચીનની સરકારના મુખપત્ર ‘ગ્લોબલ ટાઈમ્સ’નું X અકાઉન્ટ ભારતમાં બ્લૉક કરી દેવામાં આવ્યું છે. ભારતવિરોધી પ્રોપગેન્ડા ચલાવવા માટે કુખ્યાત આ મીડિયા સંસ્થા હવે ભારતમાં પોતાની દુકાન ચલાવી શકશે નહીં.
ગ્લોબલ ટાઈમ્સના X અકાઉન્ટ પર હવે ‘ભારતમાં વિથહેલ્ડ’ થયું હોવાની સૂચના લખેલી આવે છે.

પહલગામના ઇસ્લામી આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનના આતંકવાદીઓ સામે લૉન્ચ કરેલા ઑપરેશન સિંદૂર અને ત્યારબાદ પાકિસ્તાનની અવળચંડાઈના કારણે આવેલા સરહદીય તણાવ અને ભારતીય સેનાની પાકિસ્તાનમાં કાર્યવાહી દરમિયાન ગ્લોબલ ટાઈમ્સ સતત ભારતવિરોધી પ્રોપગેન્ડા ફેલાવી રહ્યું હતું.
આ પહેલાં પણ અનેક તબક્કે ગ્લોબલ ટાઈમ્સે ભારતવિરોધી બદમાશીઓ કરી હતી. હવે તેનું ખાતું બંધ કરી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ સોશિયલ મીડિયા કંપની એક્સે દાવો કર્યો હતો કે સરકારે તમને લગભગ 8 હજાર અકાઉન્ટ બ્લૉક કરવા માટેના આદેશ આપ્યા છે. જેમાં અમુક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીઓ પણ સામેલ હતી, જે ભારતવિરોધી પ્રોપગેન્ડા ચલાવવામાં આગળ પડતી હતી. હવે ગ્લોબલ ટાઈમ્સનો વારો પડી ગયો છે.