Monday, January 6, 2025
More

    બેંગલોરની પ્રાઇવેટ હોસ્પિટલમાં સામે આવ્યો HMPV વાયરસનો કેસ: 8 મહિનાની બાળકી થઈ સંક્રમિત

    ચીનનો (China) HMPV વાયરસ (Virus) હવે ભારત (India) પહોંચી ગયો છે. મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચીનના HMPV વાયરસથી બેંગલોરની એક બાળકી સંક્રમિત થઈ છે. અહેવાલો અનુસાર, બેંગલોરમાં (Bengaluru) આ વાયરલનો કેસ (First Case) નોંધવામાં આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, આ વાયરલના કારણે એક 8 મહિનાની બાળકી સંક્રમિત (8 months old girl infected) થઈ છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.

    જોકે, ભારતમાં HMPV વાયરસના આ કેસ વિશેની કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પરંતુ મીડિયામાં આ વાયરલ અંગેની ચર્ચા તેજ થઈ ગઈ છે. અહેવાલ અનુસાર, કર્ણાટકના આરોગ્ય વિભાગે આ ઘટનાની પુષ્ટિ કરી છે. કથિત રીતે આ ઘટનાની જાણકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને પણ આપવામાં આવી છે.

    વિશેષમાં એ પણ સામે આવ્યું છે કે, સંક્રમિત બાળકીનો કોઈ યાત્રા ઇતિહાસ નથી. એટલે કે, બાળકીને કોઈપણ જગ્યાએ લઈ જવામાં આવી નહોતી. હાલ એ તપાસ કરવામાં આવી રહી છે કે, ચીનમાં જે વાયરલ ઊભરો લઈ રહ્યો છે, તે જ વેરિયન્ટ ભારતમાં પણ જોવા મળ્યા છે કે, કેમ. હાલ બાળકી સ્વસ્થ છે અને સારવાર ચાલી રહી છે.