Friday, April 25, 2025
More

    ટ્રમ્પે શરૂ કરેલા ખેલમાં હવે ચીન કૂદ્યું, અમેરિકાના સામાન પર 34% વધારાનું ટેરિફ લાદવાની ઘોષણા

    અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભરના દેશો પર રેસિપ્રોકલ ટેરિફ નાખ્યા બાદ હવે ચીને શિંગડા ભેરવવા માંડ્યા છે. ચીને તાજેતરમાં અમેરિકાના આયાતી સામાન પર 34% ટેરિફ લાદવાની ઘોષણા કરી છે. 

    ચીનના સ્ટેટ કાઉન્સિલ ટેરિફ કમિશને આ નિર્ણયની ઘોષણા કરતાં કહ્યું કે, “અમેરિકાના નિર્ણયો એ આંતરરાષ્ટ્રીય વ્યાપાર નિયમોને આધીન નથી અને તેનાથી ચીનનાં હિતો અને અધિકારોને અસર પહોંચી છે. આ વાસ્તવમાં એકતરફી અને ધૌંસ જમાવવાની વાત છે.”

    આ સિવાય ચીને 16 અમેરિકન એન્ટિટીને એક્સપોર્ટ કન્ટ્રોલ લિસ્મટ નાખી દીધી છે અને અન્ય 11ને ‘અનરિલાયેબલ એન્ટિટી’ તરીકે ક્લાસિફાય કરી છે. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં 2 એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીનના સામાન પર 34% ટેરિફ લાગુ કરવાની ઘોષણા કરી હતી. ત્યારથી જ અનુમાન હતું કે ચીન પણ જવાબ આપશે. દુનિયાની બે મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે ટેરિફને લઈને કાયમ ઘર્ષણ થતું રહે છે.