Saturday, May 17, 2025
More

    જે યુનિવર્સિટી કેમ્પસમાં હિંદુ વિદ્યાર્થીઓ પાસે પઢવડાવી હતી નમાજ, તેની જે રજિસ્ટ્રાર ઓફિસમાં ABVPએ કર્યા હનુમાન ચાલીસાના પાઠ: NSS કેમ્પના 12 કોર્ડિનેટરને છૂટા કરાયા

    છત્તીસગઢના (Chhattisgarh) બિલાસપુર સ્થિત ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં (Guru Ghasidas Central University- GGU) NSS કેમ્પ દરમિયાન નમાઝ અદા કરવાની ઘટના સામે ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સહિત ઘણા હિંદુ સંગઠનોએ યુનિવર્સિટી કેમ્પસમાં લગભગ છ કલાક સુધી જોરશોરથી પ્રદર્શન કર્યું.

    પ્રદર્શનકારીઓ રજિસ્ટ્રાર ઓફિસની અંદર બેસીને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. મામલો વધતો જોઈને, કુલપતિ પ્રો. આલોક ચક્રવાલે વિદ્યાર્થી નેતાઓને મળ્યા અને તાત્કાલિક અસરથી NSS યુનિટને વિસર્જિત કરવાનો નિર્ણય લીધો હતો.

    આ સાથે, આ વિવાદ સાથે સંકળાયેલા તમામ 12 સંયોજકોને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ કોની પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ નોંધાવી છે જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે કેમ્પમાં ઇસ્લામિક પ્રવૃત્તિઓ લાદવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.