Thursday, June 12, 2025
More

    જેમના માથે હતું ₹3.3 કરોડનું ઇનામ, તે નક્સલી નેતા બસવરાજુ અને અન્ય 25 અબુઝમાડ એન્કાઉન્ટરમાં હણાયા: 12 મહિલા નક્સલીઓનો પણ સમાવેશ

    21 મેના રોજ, છત્તીસગઢના (Chhattisgarh) અબુઝમાડ વિસ્તારમાં DRG દ્વારા હાથ ધરવામાં આવેલા લાંબા ઓપરેશનમાં (Abujhmad encounter) 26 નક્સલીઓ માર્યા ગયા હતા. એવું જાણવા મળ્યું હતું કે માર્યા ગયેલા નક્સલીઓમાં લાંબા સમયથી છુપાયેલા નેતા બસવરાજુ (Basavaraju) અને અન્ય ઘણા લોકોનો સમાવેશ થાય છે. 26 મૃત નક્સલીઓમાં 12 મહિલા નક્સલીઓનો પણ સમાવેશ થાય છે.

    રાજ્યના અધિકારીઓએ હવે ખુલાસો કર્યો છે કે માર્યા ગયેલા 26 વામપંથી આતંકવાદીઓના માથા પર કુલ ₹3.3 કરોડનું ઇનામ હતું કારણ કે તેમાંથી ઘણા લાંબા સમયથી તપાસ એજન્સીઓ દ્વારા વોન્ટેડ હતા.

    નારાયણપુર-બીજાપુર સરહદ પર અબુઝમાડ વિસ્તારમાં લગભગ 72 કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ ખતરનાક આતંકવાદી અને પ્રતિબંધિત સીપીઆઈ(એમ)ના મહાસચિવ નમ્બાલા કેશવ રાવ ઉર્ફે બસવરાજુના મૃત્યુની પુષ્ટિ થઈ છે. ઓપરેશન બાદ મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો હતો.