વિકિપીડિયા પર ‘છત્રપતિ સંભાજી મહારાજ’ વિરુદ્ધ ‘વાંધાનજક’ કન્ટેન્ટને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પણ કાર્યવાહી શરૂ કરી છે. CM દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે (18 ફેબ્રુઆરી) રાજ્યના સાયબર સેલને તે સામગ્રી હટાવવા માટીએ ઓપન-સોર્સ પ્લેટફોર્મ વિકિપીડિયા સાથે સંપર્ક કરવાના નિર્દેશ આપ્યા છે.
CM ફડણવીસે મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે, “મેં સાયબર પોલીસના IGને વિકિપીડિયા પર આપત્તિજનક લેખન વિશે સૂચિત કર્યા છે. તેમને વિકિપીડિયા સાથે સંપર્ક કરવા અને કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તે સંસ્થા ભારતમાં સંચાલિત નથી.” સાથે તેમણે કહ્યું કે, “ઐતિહાસિક તથ્યોને વિકૃત કરવાથી બચાવવા માટે કેટલાક નિયમો બનાવવા જોઈએ.”
નોંધવા જેવું છે કે, ફિલ્મ ‘છાવા’ની રીલીઝ સાથે જ મહારાષ્ટ્રમાં વિકિપીડિયાનો મુદ્દો પણ ઉઠ્યો છે. કારણ કે, વિકિપીડિયા પર સંભાજી મહારાજ વિશે વાંધાજનક સામગ્રી લખવામાં આવી છે. આ મુદ્દે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર સાથે મળીને કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે અને તે કન્ટેન્ટને હટાવવા માટેની નોટિસ પણ મોકલી છે.