Monday, March 24, 2025
More

    છઠ પૂજા પર દિલ્હીમાં રહેશે જાહેર રજા: LG VK સક્સેનાએ CM આતિશીને આપી સૂચના

    છઠ પૂજાને લઈને દિલ્હીના લોકો માટે સારા સમાચાર છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ (Delhi LG VK Saxena) મુખ્યમંત્રી આતિશીને (CM Atishi) પત્ર લખીને છઠ પૂજાને (Chhath Puja) જાહેર રજા (Public Holiday) જાહેર કરવાનો આદેશ આપ્યો છે. અત્યાર સુધી દિલ્હીમાં છઠ પૂજા માત્ર પ્રતિબંધિત રજા હતી, એટલે કે આ દિવસે અડધા દિવસની રજા આપવી કે આખા દિવસની રજા આપવી તે વિભાગો નક્કી કરતા હતા.

    લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ સ્પષ્ટતા કરી કે હવે 7 નવેમ્બરે છઠ પૂજા પર બધા માટે જાહેર રજા રહેશે. લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હી સરકારને આ રજા સાથે સંબંધિત ફાઇલ જલ્દી ઉપલબ્ધ કરાવવાની પણ માંગ કરી છે.