22 માર્ચે પોલીસે ચેરુ મિયાં નામક એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેના પર તેની પુત્રવધૂ પર વારંવાર બળાત્કાર (Rape) ગુજારીને ગર્ભવતી (Pregnant) કરવાનો આરોપ છે. આ ઘટના બાંગ્લાદેશના (Bangladesh) કુમિલા જિલ્લાના ચૌડાગ્રામ ઉપજિલ્લામાં બની હતી.
પોલીસ ફરિયાદ મુજબ, પીડિતાના નિકાહ આરોપીના પુત્ર સૈફુલ્લાહ સાથે થયા હતા. તે ઓમાનમાં કામ કરતો હતો. 18 માર્ચે, સૈફુલ્લાહ તેની બીવીને અલ્ટ્રાસાઉન્ડ સ્કેન માટે એક ખાનગી ક્લિનિકમાં લઈ ગયો. પીડિતા 7 મહિનાની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું.
સૈફુલે પૂછપરછ કરતા, મહિલાએ ખુલાસો કર્યો કે તેના અબ્બા ચેરુ મિયાંએ તેના પર ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ તેને મારી નાખવાની ધમકી આપીને ચૂપ રહેવા માટે પણ ધમકાવી હતી. આ મામલો સામે આવતા શોહર સૈફુલ અને તેની અમ્મી આયશા બેગમે પીડિતા સાથે મારપીટ કરી હતી.
તેના શોહરે તેને ગર્ભપાત કરાવવા દબાણ કર્યું અને જ્યારે પીડિતાએ ના પાડી, ત્યારે બંનેએ પીડિતાને તેમના ઘરમાં બંધ કરી દીધી હતી. બાદમાં પીડિતાના અબ્બાની ફરિયાદથી તેનાસસરા ચેરુ મિયાંની ધરપકડ કરી હતી. પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ્યો હતો, જેના આધારે સ્થાનિક કોર્ટે તેને કસ્ટડીમાં મોકલી દીધો છે.