Monday, March 17, 2025
More

    ઉધયનિધિ સ્ટાલિન વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ તો, ચેન્નાઈ સાયબર ક્રાઈમ પોલીસે શ્રીરંગમના મંદિર એક્ટિવિસ્ટની કરી ધરપકડ

    ચેન્નાઈ સાયબર ક્રાઈમ (Chennai Cyber Crime) પોલીસે રવિવારે (15 ડિસેમ્બર 2024) શ્રીરંગમના મંદિર એક્ટિવિસ્ટ (Srirangam temple activist) રંગરાજન નરસિમ્હનની (Rangarajan Narasimhan) ધરપકડ કરી હતી. એવો આરોપ છે કે તેણે તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉધયનિધિ સ્ટાલિન (Udhayanidhi Stalin) અને શ્રીપેરુમ્બુદુર અંબર જેયર (Sriperumbudur Ambar Jeer) વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેમણે સનાતનની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી હતી.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે (14 ડિસેમ્બર 2024) શ્રીપેરુમ્બુદુર જેયરે સાયબર ક્રાઈમ પોલીસમાં રંગરાજન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આરોપ છે કે તેણે નાયબ મુખ્યમંત્રી અને જેયર વચ્ચેની તાજેતરની મીટિંગને લઈને તેના યુટ્યુબ વિડીયોમાં કથિત રીતે વાંધાજનક વાતો કહી હતી.

    પોલીસ ટીમે રંગરાજનની શ્રીરંગમ સ્થિત તેના ઘરેથી ધરપકડ કરી અને તેને ચેન્નાઈ લઈ ગઈ. ધરપકડ પહેલા રંગરાજને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “પોલીસ કોઈ માહિતી આપ્યા વિના મારી ધરપકડ કરી રહી છે. હું હવે પોલીસ સ્ટેશન જાઉં છું.”

    રંગરાજન નરસિમ્હને મંદિર વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર વારંવાર જાહેર હિતની અરજી દાખલ કરી છે. થોડાં વર્ષ પહેલાં તેમણે કોર્ટના આદેશ પર ઉદ્યોગપતિ વેણુ શ્રીનિવાસનની માફી માંગવી પડી હતી. તેના પર 2 અઠવાડિયા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, અને ₹2,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.