Wednesday, May 14, 2025
More

    ચંડોળા તળાવના કુખ્યાત મહેમૂદ પઠાણના (લલ્લા બિહારી) પુત્ર ફતેહની ધરપકડ: અસામાજિક તત્વોનો અડ્ડો બનેલું તેનું આલીશાન ફાર્મ હાઉસ પણ ધ્વસ્ત

    ચંડોળા તળાવના કુખ્યાત લલ્લા બિહારી ઉર્ફે મહેમૂદ પઠાણની ધરપકડ કરવા પોલીસ મહેનત આકરી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન દરમિયાન તેનું ફાર્મ હાઉસ પણ ધ્વસ્ત કરી નાખવામાં આવ્યું છે. હાલ મેગા ડિમોલિશનને લઈને હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી અને કોર્ટે સરકારને ડિમોલિશન માટે લીલી ઝંડી પણ આપી દીધી છે. તાજા અહેવાલ મુજબ તેના પુત્ર ફતેહની ધરપકડ કરવામાં આવી છે.

    લલ્લા બિહારીનું ફાર્મ હાઉસ પણ અસામાજિક તત્વો માટેનો અડ્ડો બની ગયું હતું. તે ઘણા બાંગ્લાદેશીઓને ત્યાં સ્થાયી કરવામાં પણ સામેલ છે અને ઘૂસણખોરોનો મસીહા પણ છે. હાલ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. બિહારીએ 2000 વારની વિશાળ જગ્યામાં ગેરકાયદેસર રીતે ફાર્મ હાઉસ ઊભું કરી નાખ્યું હતું. તેના આલીશાન ફાર્મ હાઉસનો વિડીયો પણ સામે આવ્યો હતો.

    વધુમાં ચંડોળામાં મેગા ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન જ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ઘટનાસ્થળે પહોંચ્યા હતા. લલ્લા બિહારીનું ગેરકાયદે બાંધકામ જ્યાં તોડવામાં આવ્યું છે ત્યાં DGP દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર જીએસ મલિક પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બંને બાપ-દીકરાને ક્રાઇમ બ્રાન્ચમાં લઈ જવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.