દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Elections) પહેલાં જ આમ આદમી પાર્ટીને (AAP) મોટો ઝટકો લાગ્યો છે. ચંદીગઢ મેયરની ચૂંટણીમાં (Chandigarh Mayor Elections) ભાજપના ઉમેદવાર હરપ્રીત કૌર બાબલાની જીત થઇ છે. હરપ્રીતે કોંગ્રેસ અને AAP ગઠબંધનના ઉમેદવાર પ્રેમલતાને મ્હાત આપી હતી.
ભાજપ ઉમેદવાર હરપ્રીત કૌરને 19 અને AAP કોંગ્રેસ ગઠબંધનનાં ઉમેદવાર પ્રેમલતાને 17 વોટ મળ્યા હતા. શરૂઆતમાં ભાજપને માત્ર 16 કાઉન્સિલરોનું સમર્થન હતું. જ્યારે વિપક્ષી ગઠબંધનમાં AAPના 13 અને કોંગ્રેસના 6 ઉપરાંત એક સાંસદ મનીષ તિવારી સહિત કુલ 20 મત હતા.
#WATCH | BJP candidate Harpreet Kaur Babla wins the Chandigarh Mayor elections. pic.twitter.com/B4CcRqL8Yk
— ANI (@ANI) January 30, 2025
AAP કોંગ્રેસના ગઠબંધનને સંપૂર્ણ બહુમતી હોવા છતાં ક્રોસ વોટીંગના કારણે ભાજપે જીત મેળવી છે. ત્યારે હવે મેયર ચૂંટણીના પરિણામ પરથી સ્પષ્ટ થાય છે કે અહીં AAP-કોંગ્રેસ ગઠબંધનના 3 મત ભાજપની તરફેણમાં ગયા છે.
બેલેટ પેપર દ્વારા ગુપ્ત મતદાન થતું હોવાથી ક્રોસ વોટિંગની સંભાવનાઓ વધી જતી હોય છે. દિલ્હી ચૂંટણી પહેલાં AAP માટે આ સેટબેક છે. છેલ્લા એક વર્ષના કાર્યકાળમાં AAPના કુલદીપ કુમાર ટિટ્ટા અહીં મેયર હતા. હવે સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયર માટે મતદાન ચાલુ છે.