Sunday, March 23, 2025
More

    2025માં વસ્તી ગણતરી શરૂ કરશે કેન્દ્ર સરકાર, 2028માં પૂર્ણ થશે લોકસભાનું નવું સીમાંકન

    ભારતમાં લાંબા સમયથી વિલંબિત વસ્તી ગણતરી (population census) આખરે 2025માં શરૂ થશે. આ પ્રક્રિયા 2026 સુધીમાં પૂર્ણ થવાની તૈયારીમાં છે. વસ્તી ગણતરી 2021માં થવાની હતી, જોકે, કોવિડને (Covid) કારણે તેમાં વિલંબ થયો હતો. છેલ્લી વસ્તી ગણતરી વર્ષ 2011માં થઈ હતી.

    વસ્તી ગણતરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, લોકસભા મતવિસ્તારો માટે દેશવ્યાપી સીમાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જે 2028 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

    અહેવાલો મુજબ, વસ્તી ગણતરીમાં જાતિનો સમાવેશ કરવાની કોઈ યોજના નથી. વસ્તી ગણતરી આયોજિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા એક વિશાળ કાર્યબળ તૈનાત કરવામાં આવશે.