Monday, July 14, 2025
More

    ગાઝામાં યુદ્ધવિરામ લાગુ, આતંકી સંગઠન હમાસે ઇઝરાયેલને સોંપી બંધકોની યાદી: PM નેતન્યાહુની જાહેરાત

    ઇઝરાયેલ (Israel) અને હમાસ (Hamas) વચ્ચે હવે યુદ્ધ (war) વિરામ થયું છે. જાણવા મળી રહ્યું છે કે, ગાઝામાં (Gaza) યુદ્ધવિરામ લાગુ થઈ ગયું છે. ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુન કાર્યાલયે પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, ગાઝામાં યુદ્ધવિરામ કરાર લાગુ થઈ ગયો છે. સાથે એવું પણ જણાવ્યું છે કે, યુદ્ધવિરામ ત્રણ કલાક મોડું લાગુ થયું છે, કારણ કે, હમાસે બંધકોની યાદી મોકલવા માટે મોડું કર્યું હતું.

    જોકે, ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુએ પછીથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, હમાસ તરફથી ઇઝરાયેલી બંધકોની યાદી મળી ગઈ છે અને તેમની સુરક્ષા તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે યુદ્ધવિરામ કરાર કરવામાં આવ્યો છે.

    આ યુદ્ધવિરામને તબક્કાવાર લાગુ કરવામાં આવશે. કરાર મુજબ. પહેલુ ચરણ 42 દિવસનું હશે. આ દરમિયાન બંધકોને મુક્તિ આપવામાં આવશે. નોંધવું રહ્યું કે, 33 ઇઝરાયેલી નાગરિકો આજે પણ હમાસની કેદમાં છે. જેમાંથી ત્રણ બંધકોને રવિવારે મુક્ત કરવામાં આવશે. જેમના નામ હમાસ દ્વારા ઇઝરાયેલી સરકારને સોંપવામાં આવ્યા છે.