Monday, April 14, 2025
More

    ‘ઘરમાં ઘૂસીને મારીશું…’: સલમાન ખાનને ફરી મળી હત્યાની ધમકી, બૉમ્બથી કારને ઉડાવી દેવાનો મેસેજ મળતા શરૂ થઈ તપાસ

    બૉલીવુડ એક્ટર સલમાન ખાનને (Salman Khan) ફરી એક વખત જાનથી મારી નાખવાની ધમકી (Threat of murder) મળી છે. વરલીમાં પરિવહન વિભાગના વોટ્સએપ નંબર પર એક અજાણ્યા વ્યક્તિએ સલમાન ખાનના ઘરમાં ઘૂસીને તેને મારી નાખવાની અને તેની કારને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેસેજ કર્યો હતો. હાલ આ મામલે તપાસ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.

    મહારાષ્ટ્ર પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. અગાઉ પણ સલમાન ખાનને ધમકી આપતા આવા મેસેજ મળી ચૂક્યા છે. ટ્રાન્સપોર્ટ વિભાગને વોટ્સએપ પર આ ધમકી મળ્યા બાદ પોલીસતંત્ર એલર્ટ થઈ ગયું છે અને તાત્કાલિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

    નોંધનીય છે કે, ગયા વર્ષે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાંદ્રામાં સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે બે બાઇકસવારોએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ માટે પહોંચી ગઈ હતી તપાસ શરૂ કરી હતી.