Saturday, November 23, 2024
More

    ‘બાળકોને તેમની પસંદગીનાં સ્વેટર પહેરવા દેવાં, યુનિફોર્મ સ્વેટર માટે દબાણ કરી શકાશે નહીં’: રાજ્યના શિક્ષણ મંત્રાલયનો તમામ ખાનગી શાળાઓને આદેશ

    શિયાળો શરૂ થઈ રહ્યો છે ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે તમામ ખાનગી શાળાઓને સૂચના આપી છે કે તેઓ બાળકોને શાળાની પસંદગીનાં કે યુનિફોર્મ સ્વેટર પહેરીને આવવાની ફરજ પાડી શકશે નહીં. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના આદેશથી આ સૂચના આપવામાં આવી હતી. 

    સરકારના આદેશમાં જણાવવામાં આવ્યું કે, “સરકાર વાલીઓ અને બાળકોના હિત માટે પ્રતિબદ્ધ છે અને ઠંડીના કારણે રાજ્યમાં કોઈ બાળકના આરોગ્ય પર અસર ન થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવાશે.” 

    આગળ કહેવામાં આવ્યું કે,  કોઈ પણ ખાનગી શાળા પાતળાં કે ગેરરક્ષણાત્મક સ્વેટર પહેરવા માટે બાળકો પર ડબાના કરી શકશે નહીં અને જો શાળા નિર્ધારિત રંગનાં સ્વેટર માટે દબાણ કરે તો વાલીઓ આવી શાળાની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ નોંધાવી શકશે. 

    શાળાઓને પણ આ નિયમોના ઉલ્લંઘન બદલ કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમુક ખાનગી શાળાઓ બાળકોને યુનિફોર્મ સ્વેટર જ પહેરવા માટે દબાણ કરતી હોય છે, પરંતુ દરેક બાળક માટે તે યોગ્ય હોય જ એ જરૂરી નથી.