કેનેડાની વિદેશી હસ્તક્ષેપ સમિતિના અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે. આ કેનેડિયન સમિતિના અહેવાલ અનુસાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યામાં કોઈ વિદેશી રાજ્ય સાથે કોઈ ચોક્કસ સંબંધ સાબિત થઇ શક્યો નથી.
આ આયોગના કમિશનરે જણાવ્યું હતું કે કેનેડિયન ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા આ કેસની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ હત્યા કોઈ ગેંગ અથવા ક્રિમીનલ સાથે સંબંધિત હતી. આ મામલામાં ભારતની સંડોવણીની કોઈ પણ લિંક મળી નથી.
BREAKING | भारत के खिलाफ ट्रूडे को झूठ की खुल गई पोल, कनाडा के आयोग की रिपोर्ट में हुआ बड़ा खुलासा
— ABP News (@ABPNews) January 30, 2025
– 'निज्जर की हत्या में भारत का हाथ नहीं' : कनाडा के आयोग की रिपोर्ट@aparna_journo @journopriti @jagwindrpatialhttps://t.co/smwhXUROiK#Canada #JustinTreaud… pic.twitter.com/oEbIA5LgYo
આયોગે એ અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા કે ટ્રુડોએ કોઈ પુરાવા વિના કેનેડિયન સંસદમાં આ મુદ્દો કેમ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે રિપોર્ટના પાના નંબર 103 પર સ્પષ્ટપણે જણાવાયું છે કે, એવી અફવાઓ હતી કે નિજ્જરના મૃત્યુના સંબંધ કોઈક રીતે ભારત સરકાર સાથે છે પરંતુ કેનેડાની ગુપ્ત અને સુરક્ષા એજન્સીઓને જાણવા મળ્યું હતું કે આ હત્યા ગેંગ અથવા ગુના સંબંધિત હતી અને વડા પ્રધાનને તેના વિશે જાણ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે સપ્ટેમ્બર 2023માં જસ્ટિન ટ્રુડોએ એવો દાવો કર્યો હતો કે કેનેડા પાસે વિશ્વનીય પુરાવા છે કે બ્રિટીશ કોલંબિયામાં થયેલ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટ સામેલ છે. પરંતુ કેનેડાના આયોગના 123 પાનાના રિપોર્ટમાં આ દાવાઓને ફગાવી દેવામાં આવ્યા છે. જસ્ટિન ટ્રુડોના આ આરોપો બાદ ભારત-કેનેડા સંબંધોમાં ઘણો તણાવ આવ્યો હતો.