કેનેડાની 2025ની સંસદીય ચૂંટણીમાં (Canada Elections) ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના (NDP) નેતા જગમીત સિંઘની (Jagmeet Singh) પાર્ટીએ નોંધપાત્ર હારનો સામનો કર્યો છે. જગમીત સિંઘ, જેમને ભારત વિરોધી અને ખાલિસ્તાની સમર્થક તરીકે ઓળખવામાં આવે છે, તેમની પાર્ટી માત્ર આઠ બેઠકો જીતી શકી. જેના કારણે NDPએ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ગુમાવ્યો છે.
આ હારને ખાલિસ્તાની આંદોલનના સમર્થકો માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે જગમીત સિંઘ પર ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન આપવાના આરોપો લાગતા રહ્યા છે. કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની લિબરલ પાર્ટીએ બહુમતી હાંસલ કરી, જ્યારે પિયરે પોઈલીવરની કન્ઝર્વેટિવ પાર્ટી મુખ્ય વિપક્ષ તરીકે ઉભરી.
NDP Leader Jagmeet Singh has been defeated in Burnaby Central. pic.twitter.com/0dkdwhngWG
— Juno News (@junonewscom) April 29, 2025
જગમીત સિંઘની NDP, જે 24 બેઠકો ધરાવતી હતી, તે આ વખતે માત્ર આઠ બેઠકો સુધી સીમિત રહી. રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો જાળવવા માટે ઓછામાં ઓછી 12 બેઠકોની જરૂર હતી, જે NDP હાંસલ કરી શકી નહીં. જગમીત સિંઘ, એક પ્રેક્ટિસિંગ સિખ અને પંજાબી મૂળના નેતા છે જે ખાલિસ્તાની આંદોલન સાથે જોડાયેલા છે.
નોંધનીય છે કે ચૂંટણી પહેલાંના મતદાનમાં NDP માત્ર 8.5% સમર્થન સાથે ચોથા સ્થાને હતી, જે તેમની 24 બેઠકોમાંથી નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. પૂર્વ NDP નેતા ટોમ મુલ્કેરે જણાવ્યું હતું કે જો પાર્ટી સત્તાવાર દરજ્જો ગુમાવશે તો જગમીત સિંઘ નેતા તરીકે ટકી શકશે નહીં.