Sunday, May 18, 2025
More

    ‘ચીન દેશની સુરક્ષા માટેનો સૌથી મોટો ખતરો’: કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ફેડરલ નેતાઓની ચર્ચામાં આપ્યું મોટું નિવેદન

    કેનેડાના (Canada) વડાપ્રધાન માર્ક કાર્નીએ (Mark Carney) મોટું નિવેદન આપ્યું હતું. તેમણે તેમણે ચીનના વિદેશી હસ્તક્ષેપ અને જિયોપોલિટિક્સના પડકારો પર ધ્યાન દોર્યું હતું. 17 એપ્રિલ, 2025ના રોજ મોન્ટ્રીઅલમાં યોજાયેલી ફેડરલ નેતાઓની ચર્ચામાં કાર્નીએ ચીનને ‘કેનેડા માટે સૌથી મોટો સુરક્ષા ખતરો’ ગણાવ્યું હતું.

    તેમણે અંગ્રેજી ભાષાની ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, “મને લાગે છે કે કેનેડા માટે સૌથી મોટો સુરક્ષા ખતરો ચીન છે.” નોંધનીય છે કે 28 એપ્રિલની ચૂંટણી પહેલાં થયેલી આ ચર્ચામાં કાર્નીનું નિવેદન ચર્ચાનો મુખ્ય મુદ્દો બની ગયું છે.

    બીજીતરફ કન્ઝર્વેટિવ નેતા પિયરે પોઇલીવેરે ચીનને બદલે સ્થાનિક ગુનાખોરીને ખતરો ગણાવી, કાર્ની પર નબળી નીતિઓનો આરોપ લગાવ્યો હતો. એવું કહેવાઈ રહ્યું છે કે, કાર્નીનો આ દાવો 2018ની હુઆવેઇ ઘટના, ચૂંટણીઓમાં કથિત ચીની હસ્તક્ષેપ અને સાયબર હુમલાઓ જેવી ઘટનાઓ સાથે સંબંધિત છે. જેના કારણે કેનેડા-ચીન સંબંધોમાં તણાવ વધ્યો છે.