કેનેડાના ઑન્ટારિયોમાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થિની હરસિમરત રંધાવાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, બસ સ્ટોપ પર ગેંગલેન્ડ સ્ટાઈલમાં ગોળીબાર દરમિયાન એક ગોળી હરસિમરતને લાગી હતી. જે બાદ ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. ભારતીય દૂતાવાસે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
આ ઘટનાના કેનેડાના ઑન્ટારિયોના હેમિલ્ટન શહેરમાં બનવા પામી હતી. મૃતક વિદ્યાર્થિની હેમિલ્ટનની મોહોક કોલેજમાં અભ્યાસ કરતી હતી. સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે, વિદ્યાર્થિની એક નિર્દોષ વ્યક્તિ હતી, જેને વિસ્તારમાં ગોળીબાર દરમિયાન એક ગોળી વાગી હતી. કાળા રંગની મર્સિડીઝ HUVમાં સવાર લોકો સફેદ રંગની સેડાન કાર પર ગોળીઓ ચલાવી રહ્યા હતા.
We are deeply saddened by the tragic death of Indian student Harsimrat Randhawa in Hamilton, Ontario. As per local police, she was an innocent victim, fatally struck by a stray bullet during a shooting incident involving two vehicles. A homicide investigation is currently…
— IndiainToronto (@IndiainToronto) April 18, 2025
તે ગોળીબાર દરમિયાન એક ગોળી નિર્દોષ યુવતીની છાતીમાં વાગી હતી અને તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી. આ ઘટનાને લઈને ભારતીય દૂતાવાસે પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને પીડિત પરિવારને તમામ મદદ માટેની બાહેંધરી આપી છે. વધુમાં દૂતાવાસે કહ્યું છે કે, તેઓ પીડિત પરિવારના સતત સંપર્કમાં છે અને દરેક મદદ કરી રહ્યા છે.