સૈફ અલી ખાન (Saif Ali Khan) પર થયેલા હુમલા (Attack) બાદ બાંગ્લાદેશી ઘૂસણખોરોને (Bangladeshi infiltrators) લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. સૈફ અલી ખાન પર હુમલો કરનાર હુમલાખોર પણ બાંગ્લાદેશી હોવાનું જાણવા મળી રહ્યું છે. તે બાંગ્લાદેશમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસ્યો હોવાની પોલીસને શંકા છે. આ ઘટના બાદ હવે દિલ્હીના LGએ (Delhi LG) પોલીસ કમિશનરને પત્ર લખીને બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ અભિયાન ચલાવવા કહ્યું છે.
દિલ્હીના LG વીકે સક્સેનાએ પોલીસ કમિશનરને પત્ર લખીને કહ્યું છે કે, દિલ્હીમાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરો ગુનાઓમાં સામેલ થઈ શકે છે. તેથી દિલ્હી પોલીસે બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ અભિયાન ચલાવવું જોઈએ અને તમામની તપાસ કરવી જોઈએ. તેમણે આવું કરવા માટે પોલીસ કમિશનરને નિર્દેશ આપ્યા છે.
તેમણે કહ્યું છે કે, દિલ્હીમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી રોહિંગ્યાઓ ગુનામાં પણ સામેલ થઈ શકે છે. તેમણે આવા બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઓળખ સાબિત કરવા માટે વિશેષ અભિયાન શરૂ કરવાના નિર્દેશો પણ આપ્યા છે. આ સાથે તેમણે પત્રમાં સૈફ અલી ખાન પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો છે.