1 ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) જાહેર કરેલ નવા ઇન્કમટેક્ષ બિલને (Income tax Bill) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) કેબિનેટે મંજૂરી આપી દીધી છે. ત્યારે આગામી સમયમાં સંસદમાં સરકાર આ બિલ રજૂ કરશે એવી સંભાવનાઓ છે.
નોંધનીય છે કે આ બિલ પાસ થયા બાદ નવો કાયદો અસ્તિત્વમાં આવશે જે ઇન્કમટેક્ષ એક્ટ 1961નું સ્થાન લેશે. તેનો ઉદ્દેશ્ય ટેક્સ સિસ્ટમને સરળ અને આધુનિક બનાવવાનો છે. ઇન્કમટેક્ષ બિલ 2025માં કાયદાકીય ભાષાને સરળ બનાવવામાં આવી છે, જેથી કરદાતાઓ જોગવાઈઓ સરળતાથી સમજી શકે અને તેમને કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.
#SourcesSay | Union Cabinet approves new Income Tax Bill@priyadarshi108 #CabinetDecisions #CabinetMeeting #incometax pic.twitter.com/wdYg5a4uaN
— ET NOW (@ETNOWlive) February 7, 2025
ઉલ્લેખનીય છે કે જૂના કાયદાની ભાષા એટલી જટિલ છે કે સામાન્ય વ્યક્તિ તેને સમજી શકતી નથી. સરકારનું કહેવું છે કે નવો કાયદો હાલના કાયદા કરતા 50% નાનો હશે. આ ઉપરાંત, બિલમાં કેટલાક ગુનાઓ માટે ઓછી સજાની જોગવાઈની સંભાવના છે. સંસદમાંથી મંજૂરી મળ્યા બાદ, નવી કર વ્યવસ્થા નાણાકીય વર્ષ 2025-26 થી લાગુ કરવામાં આવશે.
નોંધનીય છે કે CBDT એ કાયદાને સંક્ષિપ્ત, સ્પષ્ટ અને સમજવામાં સરળ બનાવવા માટે એક આંતરિક સમિતિની રચના કરી હતી. આ સિવાય ઇન્કમટેક્ષ એક્ટના વિવિધ પાસાઓની સમીક્ષા કરવા માટે 22 ખાસ પેટા સમિતિઓની પણ રચના કરવામાં આવી છે.