કાનપુરથી લખનૌ કેબમાં જઈ રહેલા સેનાનિવૃત્ત કર્નલ સૂર્યપ્રતાપ સિંઘ મોબાઈલ ફોન પર વક્ફ સંશોધન કાયદા પર વાત કરી રહ્યા હતા. તે દરમિયાન કેબ ડ્રાઈવર વસીમ તેમને ગાળો આપવા લાગ્યો અને હુમલો પણ કરી દીધો. વધુમાં તેણે ગાડી ઊભી રાખીને પોતાના સાગરીતોને બોલાવ્યા અને નિવૃત્ત કર્નલ સાથે મારપીટ પણ કરી.
જાણવા મળ્યું છે કે, કર્નલને ખૂબ ગંભીર ઇજાઓ પહોંચી છે. વિડીયોના આધારે મીડિયાએ જણાવ્યું હતું કે, તેઓ કાનપુરના જિલ્લા સૈનિક પુનર્વાસ કલ્યાણ બોર્ડમાં અધિકારીના પદ પર છે. આ સમગ્ર ઘટના શનિવારે (5 એપ્રિલ) બનવા પામી હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે.
આ ઘટનાને લઈને સંબંધિત પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ રાજેશ પાઠકે જણાવ્યું હતું કે, ફરિયાદ મળી છે. ડ્રાઈવર વસીમ અને તેના સાથી આરીફ સહિતના અજ્ઞાત લોકો પર ગુનો નોંધવામાં આવી રહ્યો છે. વસીમ કાનપુરના બેગમપુરવાનો રહેવાસી છે. આરીફના ઠેકાણાં વિશે હાલ પોલીસ તપાસ કરી રહી છે.