Sunday, March 16, 2025
More

    વાવ અને વાયનાડ સહિત 10 રાજ્યોની 32 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન થયું શરૂ

    બુધવાર, 13 નવેમ્બરના રોજ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના (Jharkhand Elections) પહેલા તબક્કાનું મતદાન શરૂ થયું છે. આ સાથે જ દેશભરમાંથી ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી (ByElection) માટેનું મતદાન પણ ચાલી રહ્યું છે. આ બેઠકોમાં બનાસકાંઠાની વાવ (Vav) અને કેરળની વાયનાડ (Waynad) બેઠકનો પણ સમાવેશ થાય છે.

    ગુજરાતના બનાસકાંઠાના વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી પણ આજે યોજાઈ રહી છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો હોવાનું કહેવાય રહ્યું છે. વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આગામી 23 નવેમ્બરના રોજ જાહેર કરાશે. ભાજપ અને કોંગ્રેસ બંને આ બેઠક જીતવા માટે એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે.

    સાથે જ કેરળની વાયનાડ બેઠક પર પણ આજે મતદાન ચાલુ છે. રાહુલ ગાંધીએ આ બેઠક ખાલી અકર્તા તેમના બહેન પ્રિયંકા વાડ્રા અહીંયાથી ચૂંટણી લડી રહ્યા છે. નોંધનીય છે કે દેશભરના 10 રાજ્યોમાં 32 વિધાનસભા બેઠકો પર આજે પેટાચૂંટણી યોજાઈ રહી છે.