Wednesday, July 9, 2025
More

    કડીમાં BJP, તો વિસાવદરમાં AAP આગળ…: દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ ગોતી નથી જડતી

    સોમવારની વહેલી સવારથી ગુજરાતની 2 સહિત દેશની 5 વિધાનસભા બેઠકો પર પેટ ચૂંટણીની (By-election) મતગણતરી (Counting) ચાલી રહી છે. ગુજરાતની કડી (Kadi) બેઠક પર ભાજપે (BJP) વિજયી લીડ બનાવી લીધી છે, જ્યારે વિસાવદર (Visavadar) બેઠક પર AAPના ઇટાલિયાએ પણ સારી એવી લીડ લઈ લીધી છે.

    બપોરના 1 વાગ્યાની સ્થિતિ જોઈએ તો કડી વિધાનસભામાં BJPના રાજેન્દ્ર ચાવડા 39 હજાર મતોની લીડ સાથે આગળ છે, કોંગેસના રમેશ ચાવડા બીજા નંબરે જણાઈ રહ્યા છે. જ્યારે AAP ઉમેદવાર જગદીશ ચાવડા અધ્ધ 90 હજાર મતોથી પાછળ ચાલી રહ્યા છે.

    બીજી બાજુ વિસાવદર તરફ નજર કરીએ તો અહીં AAPના ગોપાલ ઇટાલિયા 17000ની લીડ સાથે પ્રથમ નંબરે છે, જ્યારે ભાજપના કિરીટ ઓતેલ 60000 મતો સાથે બીજા નંબરે છે. જોકે અહીં કોંગ્રેસ ઉમેદવારની હાલત એટલી ખરાબ છે કે તે 70000થી વધુ મતોથી પાછળ ચાલી રહ્યા છે.