Monday, March 24, 2025
More

    ધારાસભ્ય સાથે હોટલમાં બેઠક કરી રહ્યા હતા વિનોદ તાવડે, BVA કાર્યકર્તાઓએ લગાવી દીધો પૈસા વહેંચવાનો આરોપ: બીજેપી મહાસચિવે કહ્યું- ઈચ્છા મુજબ કરાવી લો તપાસ

    મહારાષ્ટ્રની બહુજન વિકાસ આઘાડીના (BVA) કાર્યકરોએ મંગળવારે (19 નવેમ્બર, 2024) મુંબઈના નાલાસોપારામાં હંગામો મચાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે (Vinod Tawde) હોટલની અંદર પૈસા વહેંચી રહ્યા છે. તેમણે કેટલીક ડાયરીઓ અને બેગ પણ લહેરાવી. ત્યારપછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વિનોદ તાવડેને સુરક્ષિત બહાર લાવી હતી.

    વિનોદ તાવડેએ આ આરોપોને ફગાવી દીધા છે. તેમણે એક નિવેદનમાં કહ્યું, “નાલાસોપારા વિધાનસભા સીટને લઈને કાર્યકર્તાઓની બેઠક ચાલી રહી હતી. ઈવીએમ કેવી રીતે સીલ કરવું, પોતાના વાંધાઓ કેવી રીતે આપવા… BVA લોકોને લાગ્યું કે અમે પૈસા વહેંચી રહ્યા છીએ… ચૂંટણી પંચે આ મામલે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ.”

    આ હંગામો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા થયો હતો. મહારાષ્ટ્રમાં ગુરુવારે (20 નવેમ્બર, 2024) મતદાન થવાનું છે.