Monday, July 14, 2025
More

    પટના: ઉદ્યોગપતિ અને ભાજપ નેતા ગોપાલ ખેમકાની ગોળી મારીને હત્યા, 6 વર્ષ પહેલાં પુત્રનું પણ થયું હતું મર્ડર 

    પટનાના જાણીતા ઉદ્યોગપતિ અને ભાજપ નેતા ગોપાલ ખેમકાની શુક્રવારે (4 જુલાઈ) રાત્રે તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી. તેઓ ઘરે જઈ રહ્યા હતા ત્યારે બાઇક સવારોએ આવીને ગોળીઓ ધરબી દીધી હતી. 

    ઘટના ગાંધી મેદાન પોલીસ મથક વિસ્તારમાં બની. પોલીસને સ્થળ પરથી એક ગોળી અને શેલ મળી આવ્યા છે. 

    પોલીસે જણાવ્યું કે, 4 જુલાઈની રાત્રે લગભગ 11 વાગ્યે તેમને ગોપાલ ખેમકાની હત્યા કરવામાં આવી હોવાની જાણકારી મળી હતી. જાણકારી મળતાં જ પોલીસે સ્થળ પર જઈને તપાસ શરૂ કરી. વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. CCTVની પણ તપાસ કરવામાં આવી રહી છે.”ગુનાનું કારણ હજુ પોલીસ શોધી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે છ વર્ષ પહેલાં ગોપાલ ખેમકાના પુત્ર ગુંજન ખેમકાની પણ હત્યા કરી નાખવામાં આવી હતી. હાજીપુરમાં એક ફેક્ટરી બહાર ગુંજનની આ જ રીતે હત્યા કરી નાખવામાં આવી હતી.