Monday, March 24, 2025
More

    ઉત્તરાખંડમાં 150 ફૂટ નીચે ખીણમાં ખાબકી બસ: 15ના મોતની આશંકા, 42 પ્રવાસીઓ હતા સવાર

    ઉત્તરાખંડમાં આવેલા (Uttarakhand) અલ્મોડામાં સોમવારે (4 નવેમ્બર) મોટી દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, વહેલી સવારે એક પેસેન્જર બસ (Bus) ખીણમાં ખાબકી છે. દુર્ઘટનાને લઈને 15 લોકોના મોત થયા હોવાના પ્રાથમિક સમાચાર સામે આવ્યા છે. આ ઉપરાંત 25થી વધુ પ્રવાસીઓ ઘાયલ હોવાનું પણ સામે આવ્યું છે. બસમાં કુલ 42 પ્રવાસીઓ હતા.

    ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર વિનીત પાલે મીડિયાને કહ્યું છે કે, સોલ્ટ અને રાનીખેતથી બચાવ ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. 15 લોકોના મોતના સમાચાર છે. રેસ્ક્યૂ પછી જ મૃતકોનો ચોક્કસ આંકડો જાણી શકાશે. કહેવાય રહ્યું છે કે, કિનાથથી રામનગર જઈ રહેલી આ બસમાં મોટાભાગના લોકો સ્થાનિક હતા.

    કૂપીની નજીન બસ પહોંચતા ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. દરમિયાન બસ ખીણના ખાબકી હેટ અને ભારે ધડાકા સાથે અવાજ પણ આવ્યો હતો. હાલ ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.