Monday, June 16, 2025
More

    ‘હુલ્લડો કરનારાઓ પર થશે બુલડોઝરનો ઉપયોગ, કડક કાર્યવાહી કરીશું’: નાગપુરમાં હિંસા મામલે મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમનું મોટું નિવેદન

    17 માર્ચે ઔરંગઝેબની કબર હટાવવાને લઈને નાગપુરમાં હિંસા (Nagpur Violence) ફાટી નીકળી હતી. હિંસામાં મુસ્લિમોના ટોળાએ હિંદુ સમુદાયના લોકોના ઘરો, વાહનો અને દુકાનોને નિશાન બનાવ્યા હતા. આ હિંસાનો માસ્ટરમાઈન્ડ ફહીમ ખાન પણ ઝડપાઈ ચૂક્યો છે. ત્યારે તાજેતરમાં સામે આવેલ અહેવાલ અનુસાર મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે (Yogesh Kadam) હિંસામાં સામેલ આરોપીઓની મિલકતો પર બુલડોઝર એક્શન (Bulldozer Action) કરવાનું નિવેદન આપ્યું હતું.

    Zee ન્યુઝના અહેવાલ અનુસાર તેમના સંવાદદાતા સાથે ફોન પર વાત કરતા મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે કહ્યું હતું કે, “આ સુનિયોજિત કાવતરું છે. સોશિયલ મીડિયા પર અફવાહો કોણે ફેલાવી તે અંગે પોલીસ કાર્યવાહી કરી રહી છે, પોલીસ પાસે જે માહિતી છે તેના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.”

    તેમણે કહ્યું હતું કે, “કાર્યવાહી કરવામાં આવી રહી છે. હુલ્લડો કરનારાઓ પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવશે, જ્યાં જરૂર પડશે ત્યાં બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવશે. અમે તોફાનીઓ સામે મોટી કાર્યવાહી કરીશું.”

    નોંધનીય છે કે આ હિંસાના માસ્ટરમાઇન્ડ ફહીમ શેખની ધરપકડ થઈ ચૂકી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. એવું કહેવાઈ રહ્યું છે કે તેણે જ ભડકાઉ ભાષણો આપીને ટોળાને ઉશ્કેર્યું હતું અને મુસ્લિમોના ટોળાને હિંસા માટે બોલાવ્યું હતું.