Thursday, April 24, 2025
More

    નાગપુર હિંસાના માસ્ટરમાઇન્ડ ફહીમ ખાન વિરુદ્ધ CM ફડણવીસની મોટી કાર્યવાહી: 2 માળના મકાન પર ચાલ્યું બુલડોઝર, દુકાનો પણ સીલ

    નાગપુરમાં ઔરંગઝેબની કબર હટાવવા મામલે થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન ઇસ્લામિક ટોળાએ હિંસા (Nagpur Violence) ભડકાવી હતી. ત્યારે CM દેવેન્દ્ર ફડણવીસે હિંસાના મુખ્ય આરોપી ફહીમ ખાનના ઘરે બુલડોઝર કાર્યવાહી કરી છે. ફહીમ ખાન (Fahim Khan) નાગપુર હિંસાનો માસ્ટરમાઇન્ડ છે. હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે.

    આ કાર્યવાહી કરતા પહેલાં મહાનગરપાલિકાએ ફહીમને તેના ગેરકાયદેસર બાંધકામ જાતે દૂર કરવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો, જે પૂરો થતા ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન સંજય બાગ કોલોનીમાં ફહીમ ખાનનું બે માળનું ઘર છે, જે તોડી પાડવામાં આવ્યું છે.

    આવ પ્રથમવાર બન્યું છે જ્યારે NMCએ રમખાણના આરોપીની મિલકત વિરુદ્ધ કાર્યવાહી કરીને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું છે. ફહીમ ખાન માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટીનો (MDM) શહેર પ્રમુખ છે. આ હિંસામાં ફહીમ ખાનની સાથે, સૈયદ અસીમ અલીનું નામ પણ સામે આવ્યું છે તે પણ માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટીનો પદાધિકારી છે.

    અહેવાલ મુજબ નાગપુર પોલીસે ફહીમ ખાનની બે દુકાનો પણ સીલ કરી દીધી છે. તપાસમાં જાણવા મળ્યું કે આ દુકાનોનો ઉપયોગ ફહીમ ખાનની માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટી સાથે સંકળાયેલા તોફાનીઓએ કર્યો હતો.