હાલ ગુજરાતભરમાં ગુનેગારો પર સરકારની લાલ આંખ છે. ઠેર ઠેર તેમના વિરુદ્ધ કાર્યવાહીઓ થઈ રહી છે. આ જ કડીમાં ફરી એકવાર જામનગરના કુખ્યાત સાઈચા બંધુઓના અવૈધ બાંધકામો પર દાદાનો બુલડોઝર (Bulldozer Action in Jamnagar) ચાલ્યું છે. આ વખતે લગભગ 11 બાંધકામો નિશાન પર આવ્યા છે.
આ કાર્યવાહીમાં જેમના ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા છે તેઓના નામ આ મુજબ છે,
- નુરમામદ હાજી સાઈચા
- ઈસ્માઈલ ઈબ્રાહીમ મોવર
- હાજી હુશેન સાઈચા
- ફારૂક હુશેન સાઈચા
- ઉમર દાઉદ સાઈચા
- એઝાઝ ઉમર સાઈચા
- બશીર જુસબ સાઈચા
- અકબર મામદ સાઈચા
- સુલતાન મામદ સાઈચા
આ તમામ મિલકતોની સંયુક્ત કિંમત ₹2 કરોડથી વધુ આંકવામાં આવી છે. સાથે જ શકયતા છે કે આ કાર્યવાહી આગળ પણ ચાલુ રહે. નોંધનીય છે કે આ પહેલા પણ સાઈચા પરિવારની અવૈધ મિલકતો પર બુલડોઝર કાર્યવાહી થઈ ચૂકી છે.