Tuesday, April 8, 2025
More

    ગાંધીધામના મહોમ્મદ સૈયદ અને વસીમ હાજીના દબાણો પર ફરી વળ્યું બુલડોઝર: ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંકળાયેલ હતા આરોપીઓ

    ગુજરાતમાં ગેરકાયદે કામ કરતા લોકો પર સરકાર કાર્યવાહી કરી રહી છે. આ જ ક્રમમાં કચ્છ જિલ્લાના ગાંધીધામ (Gandhidham) વિસ્તારમાં એક આરોપીએ કરેલ ગેરકાયદે અતિક્રમણ દૂર કરવા બુલડોઝર એક્શન (Bulldozer Action) કરવામાં આવ્યું હતું. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટ કરીને માહિતી આપી હતી.

    માહિતી અનુસાર, આરોપી મહોમ્મદ હાજી મહોમ્મદ હુસૈન સૈયદના ઘર પર દાદાનું બુલડોઝર ચાલ્યું હતું. આરોપી ગાંજાનો ગેરકાયદે વેપાર કરતો હતો. તેણે કરેલા અતિક્રમણ પર બુલડોઝર એક્શનનો વિડીયો પણ સામે આવ્યો હતો.

    હર્ષ સંઘવીએ પોસ્ટ કરેલી માહિતી અનુસાર, આરોપી મોહમ્મદ હાજી મોહમ્મદ હુસૈન સૈયદ ગાંજાનું વેચાણ કરતો હતો. આ સિવાય તેણે ગ્રામ પંચાયતની જમીન પર પણ અતિક્રમણ કરેલું હતું. તેણે કરેલ અતિક્રમણ પર કાર્યવાહી કરવામાં આવી હતી. તથા ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. આ મામલે ગાંધીધામ પોલીસે કેસ પણ નોંધ્યો હતો.

    આ સિવાય IANSના અનુસાર ગાંધીધામમાં જ અધિકારીઓએ માફિયા વસીમ હાજી અહેમદ સોઢા દ્વારા સરકારી જમીન પર બાંધવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો પર પણ બુલડોઝર કાર્યવાહી કરી હતી. વસીમે લગભગ 10,000 ચોરસ ફૂટ જમીન પર અતિક્રમણ કર્યું હતું.